
તા. ૨૫/૦૨/૨૦૨૦, મંગળવારના રોજ આપણી સંસ્થામાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી - કચ્છ ના સયુંકત ઉપક્રમે જીલ્લા શિક્ષણાધિકારી શ્રી પ્રજાપતિ સાહેબના અધ્યક્ષ સ્થાને ધોરણ ૧૦ અને ૧૨ની વાર્ષિક પરીક્ષાની જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમાં પૂજ્ય સ્વામીશ્રી પ્રદીપ્તાનંદ સરસ્વતી, શ્રી વંદનભાઈ ઠક્કર, શ્રીમતી મધુબેન દવે, શ્રી વાઘેલા સાહેબ તેમજ જીલ્લા શિક્ષણાધિકારી શ્રી પ્રજાપતિ સાહેબ - આ પાંચ મહાનુભાવોએ ધો. ૧૦ અને ૧૨ની ભયમુક્ત પરીક્ષા અંગે પ્રેરણાત્મક વ્યાખ્યાનો આપી વિદ્યાર્થીઓને પરીક્ષા અંગે જાગૃત કર્યા હતા. આ કાર્યક્રમમાં ઉપર્યુક્ત મહાનુભાવો તેમજ સંસ્થાના ટ્રસ્ટીશ્રી ભરતભાઈ કાવત્રા, સંસ્થાના કો-ઓર્ડીનેટર શ્રી નારણભાઈ દુબરીયા, શાળાના આચાર્ય શ્રી હરેશભાઈ દરજી તેમજ અન્ય શાળાઓના આચાર્યો તેમજ શિક્ષકમિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં આપણી સંસ્થાના વિદ્યાર્થીઓ તેમજ ભચાઉ શહેરની અન્ય શાળાઓના ધો. ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓએ પણ લાભ લીધો હતો.